સાંસ્કૃતિક મહોત્સવ
સાંસ્કૃતિક મહોત્સવ આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિને જાણવા અને માણવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. જેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ દ્વારકા ખાતે તા.૨૪/૧૨/૨૦૨૩ના રોજ “એક લોહિયા….” ટાઈટલ હેઠળ આહીરાણી મહારાસનું ભવ્ય આયોજન થયેલ હતું જેમાં ૪૦,૦૦૦થી વધુ આહીર સમાજની બહેનોએ તેમના સમાજના પરંપરાગત પોષાક પહેરી આ મહારાસમાં ભાગ લઇ એક પ્રેરણાદાયી અદ્ભુત કાર્યક્રમ યોજાયેલ હતો.